/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/29124303/maxresdefault-239.jpg)
ભરૂચના હાર્દસમા વિસ્તારમાં આવેલાં ડ્રીમલેન્ડ શોપિંગ સેન્ટરનો મુખ્ય રસ્તા તરફનો સ્લેબ ગતરાત્રિના સમયે ધરાશાયી થયો છે. સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી.
ભરૂચમાં નાઇટ કરફયુએ અનેક લોકોનો જીવ બચાવી લીધો છે. નગરપાલિકા કચેરીની સામે આવેલાં ડ્રીમલેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટર પાસે રોજના અનેક મુસાફરો બસની રાહ જોઇને ઉભા રહેતાં હોય છે. પણ ગત રોજ નાઇટ કરફયુના કારણે રસ્તાઓ સુમસાન હતાં તેવામાં જ શોપિંગ સેન્ટરનો એક ભાગ ધરાશાયી થઇ ગયો હતો.
આ અગાઉ પણ આ જ શોપિંગ સેન્ટરમાં અંદરની તરફનો સ્લેબ તુટી પડવાની ઘટના બની હતી. અગાઉ તુટેલા સ્લેબનું હજી સમારકામ થયું નથી તેવામાં બીજો હિસ્સો તુટી પડતાં હવે શોપિંગમાં દુકાનો ધરાવતાં વેપારીઓના જીવ તાળવે ચોંટી ગયાં છે.ગત રાત્રિના સમયે જે ભાગમાં સ્લેબ તુટયો ત્યાં દિવસે અનેક લોક એસટી બસની રાહ જોઇને ઉભા રહેતાં હોય છે. સદનસીબે રાતનો સમય હોવાથી અને નાઇટ કરફયુ અમલમાં હોવાથી સ્લેબની નીચે કોઇ હાજર ન હતું તથા બધી દુકાનો બંધ હોવાના કારણે મોટી જાનહાનિ થતાં અટકી છે. હોનારતોનું શોપિંગ સેન્ટર બની ચુકેલાં ડ્રીમલેન્ડ પ્લાઝાના વેપારીઓ હાલ ભયના ઓથાર હેઠળ પોતાનો વ્યવસાય કરી રહયાં છે.