ભરૂચ : દુકાનોમાં હવે ડ્રાયફ્રુટ પણ સલામત નથી, જુઓ આ ઘટના

New Update
ભરૂચ : દુકાનોમાં હવે ડ્રાયફ્રુટ પણ સલામત નથી, જુઓ આ ઘટના

ભરૂચના દાણાગલીમાં આવેલી અનાજ કરિયાણાની દુકાનમાં ત્રાટકેલા તસ્કરો તેલનો ડબ્બો અને ડ્રાયફુટની ચોરી કરી ફરાર થઇ ગયાં હતાં. દિવાળી બાદ વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરી દીધી છે અને હવે લાભ પાંચમથી વેપાર-ધંધાની શરૂઆત કરશે ત્યારે તસ્કરો પણ સક્રિય બની ગયાં છે….

દિવાળીના તહેવારોમાં બહારગામ ફરવા જતાં લોકોના બંધ મકાનો તથા દુકાનોને તસ્કરો નિશાન બનાવતાં હોય છે. ત્યાં ભરૂચના મોટી બજાર વિસ્તારમાં આવેલી ડભોઇવાળા કરિયાણાની દુકાનમાં ગત રોજ રાત્રી દરમિયાન ચોરીનો બનાવ બન્યો હતો. તસ્કરો દુકાનની બારી તોડી દુકાનમાં પ્રેવેશી રોકડ રકમ ઓછી મળતા ચોરો એ દુકાનમાં મુકેલી બરણીઓ માંથી કાજુ, બદામ જેવા ડ્રાયફૂડ, તેલના ડબ્બા,ચા ની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ બનાવની જાણ દુકાનદારે બી ડિવિઝન પોલીસ મથક ને કરતા પોલીસે ચોરીનો ગુન્હો દાખલ કરી આગળ ની તપાસ હાથ ધરી હતી..

Latest Stories