-
નવરાત્રીના પર્વનો પ્રારંભ
-
બંગાળી સમાજ દ્વારા કરાશે ભવ્ય ઉજવણી
-
દુર્ગાપૂજા મહોત્સવની ઉજવણી કરાશે
-
તડામાર તૈયારીઓ શરૂ કરાય
-
નર્મદા નદીની માટીમાંથી માતાજીની પ્રતિમા તૈયાર કરાય
ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા દર વર્ષે પરંપરાગત પર્વ દુર્ગા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે બંગાળી મૂર્તિકારો દ્વારા માતાજીની પ્રતિમાઓના નિર્માણનું અંતિમ તબક્કામાં કાર્ય ચાલી રહ્યું છે.
ભરૂચ જિલ્લામાં રોજગાર ધંધા અર્થે સ્થાયી થયેલ બંગાળી સમાજ છેલ્લા ૩૦ વર્ષ ઉપરાંતથી આસો નવરાત્રિમાં દુર્ગા મહોત્સવની ઉજવણી કરતો આવ્યો છે. આ પર્વ આસો નવરાત્રીના પાંચમના દિવસે દુર્ગા માતાજીની વિધિવત ધાર્મિક પૂજન સ્થાપના સાથે ઉજવાય છે.દુર્ગા મહોત્સવ ઉજવવા માટે પશ્ચિમ બંગાળના મૂર્તિકારો પણ ભરૂચ ખાતે આવી પહોંચ્યા છે તેઓ પવિત્ર નર્મદા નદીની માટીમાંથી દુર્ગા માતાજીની પ્રતિમાઓ તૈયાર કરી રહ્યા છે.
એટલું જ નહીં, તમામ પ્રતિમાઓને રંગરોગાન સાથે શણગાર કરી આખરી ઓપ આપી રહ્યા છે. આસો નવરાત્રીની દુર્ગાષ્ટમીના દિવસે દુર્ગા માતાજીની વિધિવત ધાર્મિક પૂજા સાથે સ્થાપના કરી નોમ સુધી માતાજીની આરાધના કરવામાં આવે છે.
બંગાળી કારીગરોએ જણાવ્યું હતું કે, માટીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન કરવાથી ગણતરીની મિનિટોમાં પ્રતિમા ઓગળી જશે, અને પ્રતિમાઓના વિસર્જનથી નર્મદા નદીમાં કોઈપણ જાતનું પ્રદુષણ થતું નથી.
