ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

નગરપાલિકા દ્વારા આયોજન

સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

આત્મીય હોલ ખાતે આયોજન કરાયું

વિવિધ યોજનાઓનો અપાયો લાભ

ભરૂચ નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે પારદર્શી પ્રશાસન માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન  કરવામાં આવ્યું હતું.              

ભરૂચના વોર્ડ નમ્બર 3,4,5, 6, 7, 8 અને 11ના વિસ્તાર માટે કોલેજ રોડ પર આવેલ આત્મીય સંસ્કારધામ ખાતે સવારે 9:00થી સાંજના 5:00 સુધી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પાલિકા પ્રમુખ દેવેન્દ્ર સિંહ વસાવા, તેમજ પાલિકા સભ્યો  ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે સરકારી યોજનાઓના લાસભાર્થીઓને ચેક વિતરણ પણ આ પ્રસંગે કરાયું હતું.આ કાર્યક્રમમાં આવક, જાતિ, ક્રિમિલીયર, ડોમીસાઈલના દાખલા માટે અરજીઓનો ઉકેલ સહિત વરિષ્ઠ નાગરિક્તા પ્રમાણપત્ર, પ્રમાણપત્ર દિવ્યાંગતા સ્કોલરશીપ યોજનાઓ, વિધવા સહાય, નિરાધાર વૃદ્ધ સહાય યોજનાઓની કામગીરી કરવામાં આવી હતી.