અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

બી ડિવિઝન પોલીસ મથક ખાતે આયોજન

શાંતિ સમિતિની બેઠક યોજાઇ

ગણેશ વિસર્જનને લઈ આયોજન

અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વરમાં આગામી ગણેશ વિસર્જનને અનુલક્ષીને બી ડિવિઝન પોલીસ મથક ખાતે ડીવાયએસપી ડો.કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ શાંતિ સમિતિની બેઠક યોજાય હતી 

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક ખાતે  ગણેશ વિસર્જન  અનુલક્ષીને શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.ડીવાયએસપી ડો.કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ બેઠકમાં પોલીસ અધિકારીઓ, શાંતિ સમિતિના સભ્યો, ગણેશ મંડળોના આગેવાનો, સામાજિક આગેવાનો તેમજ સ્થાનિક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગણેશ વિસર્જન દરમિયાન કોઈપણ પ્રકારની અઘટિત ઘટના ન બને તે માટે ટ્રાફિક વ્યવસ્થા, વિસર્જન સ્થળે સુરક્ષા વ્યવસ્થા, સરઘસના રૂટ, વાહન વ્યવહાર અને ભીડ નિયંત્રણ સહિતના વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગણેશ મંડળોના આગેવાનોને વિસર્જન દરમિયાન પોલીસ અને વહીવટી તંત્રને સંપૂર્ણ સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.તેમજ  પોલીસ દ્વારા ગણેશ વિસર્જન દરમિયાન મંડળો દ્વારા રાખવાની જરૂરી સાવચેતી અને કાયદાકીય નિયમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પોલીસ દ્વારા ખાસ કરીને  સમયમર્યાદા, સરઘસ દરમિયાન શિસ્ત જાળવવા તથા જાહેર માર્ગો પર ટ્રાફિકને અડચણ ન થાય તેની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી. સાથે સાવચેતી રાખવા અને શાંતિપૂર્ણ રીતે તહેવારની ઉજવણી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.બેઠકમાં ઉપસ્થિત શાંતિ સમિતિના સભ્યો અને ગણેશ મંડળોના આગેવાનોએ પણ પોલીસ તથા વહીવટી તંત્રને જરૂરી સહયોગ આપવાની ખાતરી આપી હતી.