ભરૂચમાં POPના ઉપયોગ વિના ઠળીયા અને વાંસ પટ્ટીના તૈયાર થયેલ ૧૧ ફૂટના ઇકોફ્રેન્ડલી શ્રીજી

New Update
ભરૂચમાં POPના ઉપયોગ વિના ઠળીયા અને વાંસ પટ્ટીના તૈયાર થયેલ ૧૧ ફૂટના ઇકોફ્રેન્ડલી શ્રીજી

ભરૂચના શ્રીજીપુરી બળેલી ખો વિસ્તારમાં સતત ૧૯૯૩થી રાકેશભટ્ટ દ્વારા પર્યાવરણની જાળવણીના ભાગ રૂપે ઇકોફ્રેન્ડલી ગણેશની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે.

પ્રતિવર્ષની જેમ આ વર્ષે રાકેશ ભટ્ટ અને શ્રીજીપુરી યુવક મંડળ દ્વારા કોઇ પણ પી.ઓ.પીના ઉપયોગ વિના સવા લાખ બીયા માંથી ગણેશજીની પ્રતિમા તૈયાર કરાઇ છે. જેમાં બોર, સીતાફળ, ચિકુ, કેરીના ગોટલા, કારેલા, ખજૂર, આમલી, સક્કરટેટી, આમળા, લીંબુ, સફરજન, જાંબુ, આસોપાલવ, સુર્યમુખી, લીંબોડી, લીલી બદામ, આલુ, પપૈયુ અને ખારેક્ના બીયાનો ઉપયોગ કરાયો છે. શ્રીજીનું સંપૂર્ણ સ્ટ્રકચર (મૂર્તિ)વાંસની પટ્ટીની મદદથી બનાવાયું છે.

રાકેશ ભટ્ટ અને શ્રીજી યુવક મંડળ દ્વારા સતત રાત દિવસ એક મહિના સુધી મહેનત કરી તૈયાર કરાયેલ આ ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની ઉંચાઇ ૧૧ ફૂટની છે. આ મૂર્તિ બનાવવામાં માત્ર રૂપિયા ૨૫૦૦ થી ૨૮૦૦/-નો ખર્ચ કરાયો છે.

આ અંગે કનેકટ ગુજરાત સાથેની વાતચિત દરમિયાન રાકેશ ભટ્ટે જણાવ્યું કે આવું કરવા પાછળનો તેમનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણની જાળવણી કરવાનો છે. તેમના કહેવા મુજબ આવી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં ખર્ચ પણ સૌથી ઓછો થાય છે, પર્યાવરણ જળવાય છે.

જેના વિસર્જન થી નદીમાં કોઇ પ્રદુષણ પણ ફેલાતું નથી તેમજ તેમાં વપરાયેલ વસ્તુઓ જળચર પ્રાણીઓના ખોરાક તરીકે અથવા નદીના કાંપમાં વહેવાથી તેમાંથી નવા અંકુરો ફૂટી વૃક્ષ ઉત્પન્ન થઈ પ્રકૃતિ અને પર્યાવરણનું જતન થાય છે. ગત વર્ષે ૭.૫ ફૂટની માત્ર રૂપિયા ૯૭૫/- રૂપિયાની કિંમતમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવાઇ હતી તેમ આ વર્ષે ૧૧ ફૂટની વગર પી.ઓ.પીની માત્ર સવાલાખ જેટલા વિવિધ બીયા અને ઠળીયામાંથી રૂપિયા ૨૫૦૦ થી ૨૮૦૦ના ખર્ચે ઇકો ફેન્ડલી શ્રીજીની ચતુર્ભૂજ મુર્તિ બનાવી છે.

Latest Stories