ભરૂચ અને નર્મદા જિલ્લામાં આદિવાસી બાહુલ્ય ધરાવતાં નેત્રંગ અને દેડીયાપાડામાં કોરોનાનું સંક્રમણ વધી રહયું છે ત્યારે લોકો અને વેપારીઓએ પાંચ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન પાળવાનો નિર્ણય લીધો છે.
નેત્રંગ તાલુકામાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસે ફરીવાર પગ પેસારો કરતાં દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહયો છે. કોરોનાના કહેર વચ્ચે ગ્રામજનો ભયના માહોલમાં જીવન જીવવા મજબુર બન્યા છે. આરોગ્ય વિભાગના જવાબદાર કમીઁઓ જીવના જોખમે પોતાની ફરજ બજાવી રહ્યા છે,પરંતુ પરિસ્થિતિ કાબુ બહાર થઈ રહી છે. પરિસ્થિતિ વધુ ગંભીર જણાતા સમગ્ર નેત્રંગ ગામને લોકડાઉન કરવું પડે તેવી નોબત ઉભી થઈ હતી. ગ્રામજનોના હિતને ધ્યાનમાં રાખીને ગ્રા.પંચાયત અને વેપારી મંડળોના અગ્રણીઓ સમગ્ર નેત્રંગ ગામમાં મંગળવારથી પાંચ દિવસ માટે સ્વયંભુ લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં કોરોનાના કેસ વધતા ડેડીયાપાડા ટાઉનના વેપારીઓ દ્વારા ફરી તારીખ 19 એપ્રિલ થી 22 એપ્રિલ સુધી સ્વૈચ્છિક ત્રણ દિવસ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. ડેડીયાપાડાના તમામ વેપારીઓ પોતાની દુકાનો સ્વૈચ્છિક બંધ રાખશે. કોરોના મહામારીનુ સંક્રમણ દેડિયાપાડા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં દિન પ્રતિદિન વકરી રહ્યુ છે. જેને અટકાવવા માટે અગમચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. સ્વૈચ્છિક લોકડાઉન બાબતે દેડિયાપાડા લીમડા ચોક અને ચાર રસ્તા યાહા મોગી ચોક ખાતે બોર્ડ મૂકવામાં આવ્યા છે.
ભરૂચ : સંક્રમણ રોકવાનો પ્રયાસ, નેત્રંગ અને દેડીયાપાડામાં લોકો પાળશે સ્વૈચ્છિક લોકડાઉન
New Update