/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/06182819/BHR_PITA-AGANIDAAH-e1617713922227.jpg)
ભરૂચના કોવીડ સ્મશાન ખાતે જયારે બે પુત્રીઓએ તેમના પિતાને અગ્નિદાહ આપ્યો ત્યારે કરૂણ દ્રશ્યો જોવા મળ્યાં હતાં.....
ભરૂચમાં પિતાનું કોરોનાના કારણે મૃત્યુ થયા બાદ બંને દિકરીઓએ પીપીઇ કીટ પહેરી તેમના પિતાને અગ્નિદાહ આપ્યો હતો. આખી ઘટના પર નજર નાંખતાં પહેલાં જોઇએ કોવીડ સ્મશાન ખાતે અગાઉ બનેલો એક કિસ્સો. ભરૂચ શહેરમાં રહેતાં એક વ્યકતિનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. તેમના મૃતદેહને હોસ્પિટલથી સીધો સ્મશાન ખાતે લાવવામાં આવ્યો હતો. પિતાના મૃત્યુની જાણ થતાં તેમની પુત્રી સીધી સ્મશાન ખાતે પહોંચી હતી પણ પિતાના અંતિમ દર્શન કરી શકી ન હતી. પિતાના દર્શન માટે તે આક્રંદ કરતી રહી પણ સ્વયંસેવકોની પણ મજબુરી હતી.....હવે જોઇએ આજે મંગળવારના રોજ બનેલી ઘટના જોઇએ તો ભરૂચમાં રહેતાં મિઠાઇવાળા પરિવારના મોભીનું અવસાન થતાં તેમના મૃતદેહને કોવીડ સ્મશાન ખાતે લાવવામાં આવ્યો હતો. જયાં તેમની બંને પુત્રીઓએ પીપીઇ કીટ પહેરીને પિતાને અગ્નિદાહ આપ્યો હતો.