ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
સ્વાતંત્ર્ય પર્વ પર કરાયુ આયોજન
એમ્બ્યુલન્સની તિરંગા રેલી નિકળી
લોકોમાં જમાવ્યું આકર્ષણ
રિયલ હીરોનો દેશ પ્રેમ જોવા મળ્યો
દેશના 80માં સ્વતંત્રતા પર્વ પર ભરૂચમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં પ્રથમવાર એમ્બ્યુલન્સની તિરંગા રેલી નીકળતા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ભરૂચમાં દેશભક્તિનો અનોખો નજારો જોવા મળ્યો હતો. શહેરમાં પહેલીવાર એમ્બ્યુલન્સની તિરંગા રેલી યોજાતા વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.
24×7 લોકોના જીવન બચાવવા માટે સતત દોડતી એમ્બ્યુલન્સના ચાલકો અને સેવા સાથે જોડાયેલા ‘રિયલ હીરો’એ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અનોખી રીતે કરી હતી. તિરંગાથી શણગારેલી એમ્બ્યુલન્સોની રેલી ભરૂચના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી.
રેલી દરમિયાન એમ્બ્યુલન્સો પર લહેરાતા તિરંગા અને દેશભક્તિના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સામાન્ય રીતે ઇમરજન્સીના સમયે દર્દીઓને હોસ્પિટલ પહોંચાડતી આ એમ્બ્યુલન્સો આજે દેશભક્તિના સંદેશ સાથે શહેરના રસ્તાઓ પર જોવા મળતા લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.જીવન બચાવનારા હાથોમાં આજે તિરંગો હતો અને એમ્બ્યુલન્સના સાયરન સાથે સમગ્ર ભરૂચમાં દેશભક્તિનો જુવાળ જોવા મળ્યો હતો.
