ભરૂચના મોહમ્મદપુરામાં T-Series ની એન્ટી પાઈરસી ટીમે બી ડિવિઝન પોલીસને સાથે રાખી દરોડો પાડયો હતો. મોહમ્મદપુરા સ્થિત ઝમ-ઝમ શોપિંગમાં ગોલ્ડન ફોટો સ્ટુડિયોનો સંચાલક કંપનીના લાયસન્સ વગર ફિલ્મી ગીતોનો વીડિયો શૂટિંગ ડેટામાં ઉપયોગ કરતો હતો.
સ્ટુડિયોમાં હાજર સંચાલક રાહુલ મિસ્ત્રીની પૂછપરછ કરાઈ હતી. તેના કમ્પ્યુટર અને હાર્ડડિસ્કમાં તપાસ કરતાં સૂર્યવંશી, ડંકી, લવરાત્રી જેવાં અનેક T-Seriesના કોપીરાઈટ ધરાવતાં ફિલ્મોના ગીતો વીડિયો ડેટામાં મિક્સિંગ કરેલા મળી આવ્યા હતા. સ્ટુડિયો માલિક પાસે T-Series કંપનીનું કોઈ લાયસન્સ કે પરવાનગી પત્ર ન હોવાથી પોલીસે રૂ. 40000ની કિંમતનું 1 કમ્પ્યુટર તથા 2 TBની 2 હાર્ડડિસ્ક જપ્ત કરી હતી.
ભરૂચ: મહમદપુરાના ફોટો સ્ટુડિયોમાં T-Series કંપનીની મંજૂરી વગર ગીતો વાપરતાં દરોડા, પોલીસે 40 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
