ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસે ભીડ ભંજન ઝુપડપટ્ટીમાં ખુલ્લી જગ્યામાં પત્તા વડે હાર-જીતનો જુગાર રમતા એક મહિલા સહિત પાંચ ઇસમોને ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે.ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ભીડ ભંજન ઝુપડપટ્ટીમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પોતાના આર્થિક ફાયદા માટે રોકડ રકમથી પત્તા વડે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી.ચોક્કસ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી કિરણ રમેશભાઇ વાઘેલા, જીતેન્દ્રભાઇ કાલીદાસ વસાવા, કરણ ચતુરભાઇ ઠાકોર, મનીન્દર પ્રિતમસિંગ સિકલીગર અને રજનીબેન W/O વસંતભાઇ ચતુરભાઇ વસાવાને ઝડપી પાડ્યા હતા.પોલીસે આરોપીઓ પાસેથી અંગઝડતી તથા દાવ પરની ₹31,440 રોકડ રકમ, બે મોબાઇલ ફોન કિંમત ₹10,000 તેમજ પત્તા અને પાથરણું મળી કુલ ₹41,440નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ બનાવ અંગે ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા કલમ-12 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.