ભરૂચ: ટ્રેનમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો કુખ્યાત બુટલેગર જીતુ ખત્રી ઝડપાયો

New Update
ભરૂચ: ટ્રેનમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો કુખ્યાત બુટલેગર જીતુ ખત્રી ઝડપાયો

સુરત રેલ્વે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે એક ઈસમ ટ્રેનમાં વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યો છે જેના આધારે ભરૂચના ધોળીકુઈ વિસ્તારના નામચીન બુટલેગર જીતુ ખત્રીને સુરત રેલવે લોકલ ક્રાઈમ બ્રાંચે ભરૂચ-અંકલેશ્વર રેલવે સ્ટેશન વચ્ચે ચાલુ ટ્રેનમાંથી ઝડપી પાડ્યો હતો. ગાજીપૂર એક્સપ્રેસ ટ્રેનમાં આરોપી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લઈને ભરૂચ આવી રહ્યો હતો તે દરમિયાન પોલીસે દરોડા પાડી ૪૯ હજારના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરી છે.

publive-image

આરોપી મુંબઈના બોરીવલી વિસ્તારમાથી વિદેશી દારૂ લઈને આવ્યો હોવાની માહિતી મળી રહી છે. અત્ર ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી વચ્ચે મિનિ લોકડાઉનના સમયમાં માર્ગો પર પોલીસ ચેકિંગ વધુ હોવાના કારણે બુટલેગરો દારૂની હેરાફેરી માટે ટ્રેનનો સહારો લઈ રહ્યા છે.

Read the Next Article

ભરૂચ: કતોપોર દરવાજા વિસ્તારમાં વૃક્ષ જર્જરીત મકાન પર ધરાશાયી, સદનસીબે કોઈ જાનહાની નહીં

ભરૂચમાં ચોમાસાની સિઝનમાં તારાજીના અનેક દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે ભરૂચના કતોપોર દરવાજા વિસ્તારમાં આવેલ વડાપડાને જોડતા માર્ગ પર વૃક્ષ ધરાશયી થઈ ગયું હતું.

New Update
gar

ભરૂચમાં ચોમાસાની સિઝનમાં તારાજીના અનેક દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે ભરૂચના કતોપોર દરવાજા વિસ્તારમાં આવેલ વડાપડાને જોડતા માર્ગ પર વૃક્ષ ધરાશયી થઈ ગયું હતું.

વૃક્ષ નજીકમાં આવેલા જર્જરીત મકાન પર ધારાશયી થતા દોડધામ મચી જવા પામી હતી.જોકે મકાનમાં કોઈ રહેતું ન હોવાના કારણે મોટી દુર્ઘટના અટકી હતી. બનાવની જાણ થતા જ નગરસેવા સદન તેમજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ દોડી આવ્યા હતા અને વીજ પુરવઠો બંધ કરી વૃક્ષને બાજુ પર હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસા પહેલાં નગરસેવા સદન દ્વારા મકાનો ઉતારી લેવા માટે મકાન માલિકોને નોટિસ પાઠવવામાં આવી હતી આમ છતાં કોઈ ત્વરિત કામગીરી ન થતાં આવી દુર્ઘટનાઓ વારંવાર બને છે.

Latest Stories