ભરૂચના નેત્રંગ પંથકમાં કોરોનાના સંક્રમણને વકરતું અટકાવવા આજથી ચાર દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે જેને લોકોનું પણ સમર્થન સાંપડ્યું હતું.
નેત્રંગ ખાતે ગ્રામપંચાયત,તાલુકા પંચાયત અને વેપારી એસોસિયેશન દ્વારા વધતા કેસો સામે સ્વંયંભૂ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં આજથી ચાર દિવસઃ સુધી જીવન જરૂરિયાતની વસ્તુઓને બાદ કરતાં તમામ ધંધા રોજગાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેના ભાગ રૂપે આજે નેત્રંગ માં સન્નાટો જોવા મળ્યો હતો. મહત્વની બાબત છે કે જિલ્લાના અનેક સ્થળોએ સ્વંયંભૂ લોકડાઉન તેમજ બપોર સુધી જ ધંધા રોજગાર શરૂ રાખવામાં આવી રહ્યા છે અને કોરોનાના વધતા સંક્રમણને રોકવા માટે હવે લોકો સ્વંયમ જાગૃતા દર્શાવી રહ્યા છે જે આ મહામારીના સમયમાં સરાહનીય બાબત કહી શકાય.