/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/17180822/e7187ce9-f7e8-4200-8805-200fd315e899.jpg)
ભરૂચ તાલુકાના ચાવજ કાસદ રોડ ઉપરથી ગેસ સિલિન્ડરનું રિફિલિંગ કરવાનું કૌભાંડ પોલીસે ઝડપી પાડયું છે. ગેસના ગોડાઉનથી થોડા જ અંતરે ગેસના બોટલ રીફીલીંગ કરવામાં આવી રહયાં હતાં. પોલીસે દરોડો પાડતાં આરોપીઓ ફરાર થઇ ગયાં હતાં પણ સ્થળ પરથી ગેસના 40 જેટલા બોટલ કબજે લેવામાં આવ્યાં છે.
ભરૂચ તાલુકાના ચાવજ ગામના કાસદ તરફ જવાના રોડ ઉપર એક એપાર્ટમેન્ટમાં ગેસ રીફિલિંગનું કોંભાડ ચાલી રહ્યું હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસે સ્થળ પર દરોડો પાડતાં આરોપીઓ ફરાર થઇ ગયાં હતાં પણ સ્થળ પરથી ગેસના બોટલ તેમજ બે ટેમ્પા મળી આવ્યાં હતાં. ગેસના સિલિન્ડરોમાંથી ગેસ કાઢી લેવામાં આવતો હોવાની વિગતો પ્રાથમિક તપાસમાં બહાર આવી હતી. સ્થળ પરથી રાંધણ ગેસના 40 જેટલા કોર્મશિયલ બોટલો મળી આવ્યાં હતાં. જેમાં જેમાં કેટલાય સિલિન્ડરોમાં વજન ઓછું પણ મળી આવ્યું છે.
તદુપરાંત સિલિન્ડરના તૂટેલા પેકિંગઓના ઢાંકણાઓ તથા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રહેલા શૌચાલયમાંથી અંદાજિત કોમર્શિયલ અને રાંધણ ગેસના સીલીન્ડરો મળી આવ્યા હતાં. અંદાજિત ૪૦ જેટલા સિલિન્ડરો તથા બે ટેમ્પાઓ પોલીસે કબજે કર્યા હતા અને જે મકાનમાં કૌભાંડ ચાલી રહ્યું હતું તે મકાનમાંથી ગેસ રીફીરીંગના વિવિધ સાધનો પણ મળી આવતા પોલીસે તમામ મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ તો પોલીસે ફરાર થઇ ગયેલાં આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.