ભરૂચ: એસ.ટી.મજદૂર સંઘની સામાન્ય સભા યોજાય,તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરાયું

New Update
ભરૂચ: એસ.ટી.મજદૂર સંઘની સામાન્ય સભા યોજાય,તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરાયું

ભરૂચ એસ.ટી.મજદૂર સંઘની સામાન્ય સભાનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

ભરૂચના આંબેડકર ભવન ખાતે રવિવારના રોજ એસ.ટી.મજદૂર સંઘની સામાન્ય સભા યોજાય હતી. આ પ્રસંગે સંઘના પ્રદેશ પ્રમુખ જગદીશ પટેલ,મંત્રી મહેશ વેકરીયા,ભરૂચ વિભાગના પ્રમુખ નવનીત પરમાર તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય સભામાં સંઘના વિવિધ મુદે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તો સાથે જ સરસ્વતી સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

Latest Stories