ભરૂચ : નામાંકિત હોસ્પિટલમાં GPCBએ નાંખ્યા ધામા, દર્દી દીઠ ચાર્જ વસૂલાતો હોવા છતાં બાયોમેડીકલ વેસ્ટનો નિકાલ નહીં..!

New Update
ભરૂચ : નામાંકિત હોસ્પિટલમાં GPCBએ નાંખ્યા ધામા, દર્દી દીઠ ચાર્જ વસૂલાતો હોવા છતાં બાયોમેડીકલ વેસ્ટનો નિકાલ નહીં..!

કોરોના કાળમાં હોસ્પિટલ સંચાલકોને ઘી કેળા હોય તેવી અનેક ફરિયાદો સામે આવી રહી છે, ત્યારે ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર આવેલી ગ્લોબલ લાઇફ કેર હોસ્પિટલના સત્તાધીશો દર્દીઓ પાસેથી મેડિકલ વેસ્ટના નામે દિવસ દીઠ 600 રૂપિયા વસૂલતા હોવા છતાં મેડિકલ વેસ્ટનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી તેવા આક્ષેપો થઈ રહ્યા છે.

publive-image

ગ્લોબલ લાઇફ કેર હોસ્પિટલ પરિસરમાં મોટી માત્રામાં મેડિકલ વેસ્ટનો જથ્થો સાચવી રાખવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. તો હોસ્પિટલ નજીક જાહેર માર્ગો પર પીપીઈ કીટ અને હેન્ડ ગ્લોવ્ઝ પણ રઝળતા જોવા મળી રહ્યા હોવાના પગલે સમગ્ર મામલે GPCBના અધિકારીઓની ટીમે ઘટના સ્થળે ધામા નાંખ્યા હતા, ત્યારે ગ્લોબલ લાઇફ કેર હોસ્પિટલમાંથી મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવતા GPCBના અધિકારીઓએ મેડિકલ વેસ્ટના જથ્થાનો વિડિયો મોબાઇલમાં કેદ કર્યો હતો. તો સાથે જ અન્ય પુરાવા પણ એકત્ર કરી હોસ્પિટલના સત્તાધીશો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Latest Stories