ભરૂચ: કોરોના મહામારી વચ્ચે ભરૂચના 13 કેન્દ્રો પર જીપીએસસીની પરીક્ષા યોજાય

ભરૂચ: કોરોના મહામારી વચ્ચે ભરૂચના 13 કેન્દ્રો પર જીપીએસસીની પરીક્ષા યોજાય
New Update

કોરોના મહામારી વચ્ચે ભરૂચના 13 કેન્દ્રો પર આજરોજ જીપીએસસીની વિવિધ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોવિડ-19ની ગાઈડ લાઇન પ્રમાણે પરિક્ષાર્થીઓને પરીક્ષાખંડમાં પ્રવેશ અપાયો હતો

ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧, ૨ અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ની જગ્યા ઉપરની ભરતી માટે પ્રીલીમિનરી પરીક્ષાનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના કુલ 13 કેન્દ્રો પર આ પરીક્ષા યોજાઇ હતી. હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે કોવિડ-19ની ગાઈડ લાઇનના પાલન સાથે પરિક્ષાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ શાળા ખાતે આવેલ પરીક્ષાકેન્દ્ર પર માસ્ક અને સેનેટાઇઝર સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય એ હેતુથી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી

#Bharuch #Connect Gujarat #GPSC #GPSC Exam #Exam 2021 #GPSC Exam 2021 #GPSC Exam PAper #GPSC Paper
Here are a few more articles:
Read the Next Article