ભરૂચ : હજરત ગરીબ શાહ ફિદા ચેરીટેબલ ટ્રસ્ટ ના નેજા હેઠળ ગરીબો ને કરાઈ સહાય

ભરૂચ : હજરત ગરીબ શાહ ફિદા ચેરીટેબલ ટ્રસ્ટ ના નેજા હેઠળ ગરીબો ને કરાઈ સહાય
New Update

મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર રમજાન માસની શરુઆત થઇ રહી છે, સમાજના લોકો રમજાન માસ ને તૈયારીઓમાં જોતરાયા છે, એક માસ સુધી રોજા રાખી સાદગી પૂર્વક ઇબાદત કરી મુસ્લિમ બિરાદરો આ મહિનામાં જરૂરિયાતમંદો ને આર્થિક સહાય કરે છે.

મુસ્લિમ સમાજના લોકો પવિત્ર રમજાન માસની ઉજવણીની તૈયારીઓ જોતરાયા છે,આ માસ દરમિયાન મુસ્લિમ સમાજના લોકો એક માસ સુધી દિવસઃ દરમિયાન રોજા રાખી ઇબાદત કરતા હોય છે, ભરૂચ જિલ્લામાં વસ્તા મુસ્લિમ સમાજના લોકો દ્વારા રમજાન માસ નિમિત્તે બજારોમાં ખરીદી કરતા નજરે જોવા મળી રહ્યા છે,

રમજાન માસ અગાઉ દર વર્ષ ની જેમ આ વર્ષે પણ મુસ્લિમ અગ્રણી યુસુફ મલેક દ્વારા શહેરના ફુરજા ચાર રસ્તા વિસ્તારમાં આવેલ હજરત ગરીબ શાહ ફિદા ચેરીટેબલ ટ્રસ્ટ ના નેજા હેઠળ ગરીબ અને જરૂરિયાત મંદ પરિવારોને અનાજ સહિતની સાધન સામગ્રીની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

Here are a few more articles:
Read the Next Article