/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/26182908/WhatsApp-Image-2020-09-26-at-6.21.05-PM-1-e1601125691864.jpeg)
ભરૂચ ડીસ્ટ્રીકટ મેનેજમેન્ટ એસોસીએશન ( બીડીએમએ)ના નવા પ્રમુખ તરીકે વિવિધ સામાજીક અને ઔદ્યોગિક સંસ્થાઓ સાથે સંકળાયેલા અને ચેનલ નર્મદાના ડીરેકટર હરીશ જોષીની વરણી કરવામાં આવી છે.
ભરૂચ ડીસ્ટ્રીકટ મેનેજમેન્ટ એસોસીએશનની સ્થાપના 1983માં કરવામાં આવી હતી અને તેનો મુખ્ય આશય મેનેજમેન્ટ સંબધિત વિવિધ કૌશલ્ય વર્ધન કરવાનો છે. આ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં દેશના અનેક જાણીતા લેખકો અને વકતાઓ તેમના વકતવ્યો રજુ કરી ચુકયાં છે. બીડીએમએ દ્વારા વિવિધ ફોરમોનું પણ સંચાલન કરવામાં આવે છે જેના થકી વિવિધ વ્યકતિઓને આવરી લેવામાં આવે છે. કોરોનાની મહામારી વચ્ચે બીડીએમએની વાર્ષિક સાધારણ સભા ઓનલાઇન માધ્યમથી મળી હતી. જેમાં વર્ષ 2020 થી 2022 સુધી સંસ્થાના પ્રમુખ તરીકે હરીશ જોષીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. હરીશ જોષી ચેનલ નર્મદાના ડીરેકટર હોવા ઉપરાંત વિવિધ સંસ્થાઓ સાથે પણ જોડાયેલાં છે. તેમણે બીડીએમએ દ્વારા યોજવામાં આવતાં કાર્યક્રમોનો ઉદ્યોગ તેમજ અન્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ મહત્તમ સંખ્યામાં લાભ લેવા માટે અપીલ કરી હતી. આ પ્રસંગે સંસ્થાના વિદાય લઇ રહેલાં પ્રમુખ પરાગ શેઠ સહિત કમલેશ ઉદાણી, દેવાંગ ઠાકોર, પ્રવિણદાન ગઢવી, મહેશ વશી, સુનિલ ભટ્ટ, બી.ડી.દલવાડી સહીતના મહેમાનો હાજર રહયાં હતાં. બીડીએમએના હોદેદારો તથા સભ્યોએ નવા વરાયેલા પ્રમુખ હરીશ જોષીને અભિનંદન પાઠવ્યાં હતાં.