-
ભરૂચમાં ભારે પવનથી તબાહી
-
ઠેર ઠેર વૃક્ષ ધરાશાયી
-
વૃક્ષ ધરાશાયી થવાના કારણે માર્ગો બંધ થયા
-
નગરપાલિકાનું ફાયર વિભાગ લાગ્યું કામે
-
12 કલાકથી પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા પ્રયાસ
ભરૂચ: ભારે પવન અને વરસાદના કારણે ભારે તબાહી, ફાયર વિભાગ લાગ્યું કામે
ભરૂચ શહેરમાં અચાનક આવેલા મીની વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. પવનના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો, હોલ્ડિંગ્સ અને પતરાના શેડ ધરાશાયી થયા છે. ગુજરાત | સમાચાર
ભરૂચ શહેરમાં ભારે પવન સાથે ફુકાયેલા વરસાદના કારણે ભારે તબાહી મટી છે ત્યારે નગર સેવા સદન દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે
ભરૂચ શહેરમાં અચાનક આવેલા મીની વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. પવનના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો, હોલ્ડિંગ્સ અને પતરાના શેડ ધરાશાયી થયા છે. ભરૂચ નગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર ચિરાગ ગઢવીએ જણાવ્યું હતું કે માત્ર 3 કલાકની અંદર પાલિકા કંટ્રોલરૂમને 50થી વધુ વૃક્ષો ધરાશાયી થવાના કોલ મળ્યા હતા. તાત્કાલિક કાર્યવાહી હાથ ધરતા પાલિકા તરફથી અલગ-અલગ 7 ટીમો બનાવીને દહેજ બાયપાસ રોડ, મક્તમપુર, લલ્લુભાઈ ચકલા અને પશ્ચિમ ભરૂચમાં કાટમાળ હટાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.
આચારજી વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થતાં કેટલાક વાહનો તેના નીચે દબાઈ ગયા હતા. પાલિકાની ટીમે વાહનોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. શહેરના સેવાશ્રમ રોડ, પાંચબત્તી અને મહમદપુરા વિસ્તારમાં પતરા અને હોલ્ડિંગ્સ ઉડી જતા લોકોએ ભયભીત કરતા દ્રશ્યોનો સામનો કર્યો હતો. પાલિકાની ટીમે 12 કલાકથી વધુ સમયથી સ્થિતિ નિયંત્રણમાં લાવવાનો પ્રયાસ જારી રાખ્યો છે. કોઈ જાનહાનિની માહિતી હજુ સુધી મળતી નથી, પણ તંત્ર સતત એલર્ટ છે.
