ભરૂચના ઝઘડિયાની મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપની લાફાકાંડના મામલે આપ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ અને સર્જન વસાવાના હાઇકોર્ટે જામીન મંજુર કર્યા હતા.
ભરૂચ આ ઝઘડિયાની મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં થયેલ લાફાકાંડમાં 63 દિવસથી જેલમાં બંધ ભરૂચ જિલ્લા આપ પ્રમુખ પિયુષ પટેલ અને ઝઘડિયા તાલુકા પ્રમુખ સર્જન વસાવાના હાઇકોર્ટે જામીન મંજુર કર્યા હતા. કંપનીમાં આગની ઘટના બાદ ચૈતર વસાવા, રજની વસાવા સહિત આપ આગેવાનોએ હોબાળો કરતા ટ્રેસ પાસિંગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ થયો હતો.
