ભરૂચ: ઐતિહાસિક દાંડીયાત્રાનો ભૃગુભૂમિ પર પ્રવેશ, ઠેર ઠેર કરાયુ ભવ્ય સ્વાગત

New Update
ભરૂચ: ઐતિહાસિક  દાંડીયાત્રાનો ભૃગુભૂમિ પર પ્રવેશ, ઠેર ઠેર કરાયુ ભવ્ય સ્વાગત

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત શરૂ થયેલ દાંડી યાત્રાનું આજરોજ ભરૂચ શહેરમાં આગમન થયું હતું ત્યારે યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવણી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તારીખ 12મી માર્ચના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી દાંડી યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ત્યારે યાત્રા દાંડી રૂટ પર ફરી આજરોજ દેરોલ ગામ ખાતેથી ભરૂચ શહેરમાં પ્રવેશી હતી ત્યારે યાત્રિકોનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા,નગર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડા,પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિ,ચીફ ઓફિસર સંજય સોની અને જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શહેરની સેવાશ્રમ હોસ્પિટલ ખાતે ગાંધી આશ્રમની યાત્રાળુઓએ મુલાકાત લીધી હતી. અત્રે મહત્વપૂર્ણ છે કે ગાંધીજી દાંડીયાત્રા લઈને આવ્યા હતા ત્યારે તેઓએ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું અને ભરૂચ માં જનસભા પણ સંબોધી હતી ત્યારે બાદ નવચોકી ઓવારેથી નાવડીમાં બેસી અંકલેશ્વર પહોચ્યા હતા.

Latest Stories