-
ભરૂચ નગર સેવા સદનની ચૂંટણી
-
પ્રચાર પ્રસાર પુર જોશમાં
-
વોર્ડ નંબર 8નો બનાવ
-
ભાજપના ઉમેદવારોનો ઘેરાવો
-
ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા
ભરૂચ: વોર્ડ નંબર 8માં પ્રચાર માટે પહોંચેલા ભાજપના ઉમેદવારો સામે ભારે આક્રોશ, ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા !
ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 8મા પ્રચાર કરવા માટે પહોંચેલા ભાજપના ઉમેદવારોએ સ્થાનિકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું. સ્થાનિકોએ આક્રોશ સાથે ઉમેદવારોનો ઘેરાવો કરતા વાતાવરણ તંગ બન્યું હતું. સમાચાર
ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 8મા પ્રચાર કરવા માટે પહોંચેલા ભાજપના ઉમેદવારોએ સ્થાનિકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું. સ્થાનિકોએ આક્રોશ સાથે ઉમેદવારોનો ઘેરાવો કરતા વાતાવરણ તંગ બન્યું હતું.
ભરૂચ શહેરના વોર્ડ નંબર 8માં ચૂંટણી પ્રચાર દરમિયાન તંગ પરિસ્થિતિ સર્જાઈ હતી. ભીડભંજન ખાડી વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓના અભાવે નારાજ બનેલા સ્થાનિક લોકોએ ભાજપના ઉમેદવારો અને નેતાઓનો ઘેરાવો કર્યો હતો.સ્થાનિકોના કહેવા મુજબ, વિસ્તારમાં લાંબા સમયથી રસ્તા, પાણી અને ગટરની સમસ્યાઓ યથાવત છે, જેના કારણે લોકોમાં ભારે અસંતોષ છે. આ મુદ્દાઓને લઈને જ્યારે ઉમેદવારો પ્રચાર માટે વિસ્તારમાં પહોંચ્યા ત્યારે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો.ઘટનામાં એક મહિલાએ છાપરાનું નળિયું લઈને ઉમેદવાર તરફ દોડી જતાં પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ હતી. સ્થળ પર ઝપાઝપી અને હોબાળો સર્જાતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું.પરિસ્થિતિ બેકાબૂ બનતા ઉમેદવારોને પ્રચાર અધવચ્ચે જ છોડીને વિસ્તારથી નીકળી જવું પડ્યું હતું.આ બનાવના પગલે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
