ભરૂચ : આમોદ પંથકમાં વાવાઝોડું, વીજવાયરો અને વૃક્ષો થયાં ધરાશાયી

New Update
ભરૂચ : આમોદ પંથકમાં વાવાઝોડું, વીજવાયરો અને વૃક્ષો થયાં ધરાશાયી

આમોદથી ભરૂચ તરફનાં હાઇવે માર્ગ પર સમનીથી દયાદરા રોડ પર વાવાઝોડામાં અનેક વૃક્ષો ધરાશાયી, વીજ વાયરો પણ તૂટી પડ્યા હતા.

આજે બપોર બાદ અચાનક જિલ્લાના અનેક પંથકમાં વરસાદી માહોલ સર્જાયો હતો. ભારે પવન સાથે ત્રાટકેલા વરસાદમાં ઠેકઠેકાણે વૃક્ષો પાડવા તેમજ વીજ થાંભલા અને વીજ વાયરો તૂટી પડવાના બનાવો બન્યા હતા. ત્યારે આમોદ થી ભરૂચ જતા દાંડી માર્ગ પરના સમની ગામથી દયાદરા ગામ વચ્ચે અનેક વૃક્ષો ધરાશાયી થયાં હતાં તો અનેક ઠેકાણે વીજ વાયરો તૂટી પડવા સહિત વીજ થાંભલા ઢળી પડ્યા હતાં. વાવાઝોડામાં વૃક્ષો પડી ભાંગતા રસ્તા પર ટ્રાફિકની સમસ્યા જોવા મળી હતી અનેકો વાહનચાલકો ને મુશ્કેલી અનુભવવી પડી હતી.

વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક છવાઈ હતી. અંગ દઝાડતી ગરમીથી થોડે અંશે રાહત મળી હતી. તો બીજી તરફ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.

Latest Stories