/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/03140850/maxresdefault-24.jpg)
આમોદ તાલુકાનાં ઇખર ગામે પતિ-પત્નીના ઝગડામાં પત્નીએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવી લીધું હતું. પતિ અને પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઝગડા ચાલી રહયાં હતાં અને આખરે તેનો કરૂણ અંજામ આવ્યો હતો.
આમોદ તાલુકાનાં મછાસરા ગામના રહેવાસી સબિર ભાઈ છેલાની દીકરી રેહાનાના લગ્ન આમોદ તાલુકાનાં જ ઇખર ગામના ઇમ્તિયાઝ વાંકા સાથે 7 થી 8 વર્ષ પહેલા લગ્ન થયાં હતા. પતિ પત્નીના લગ્નજીવનમાં દરાર પડી હતી અને બંને વચ્ચે ઝગડા થયાં કરતાં હતાં. ઝગડાઓથી કંટાળી રેહાના બેને ઝેરી દીવા પી લીધી હતી.
તેને સારવાર માટે વલણ હોસ્પિટલ ખસેડવામાં આવી રહી હતી ત્યારે રસ્તામાં જ મોત નીપજયું હતું. મહિલાના પિયર પરિવારને આ મામલે જાણ થતાં આમોદ પોલીસ મથકે સાસરિયાંઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આમોદ પોલીસે સીઆરપીસી 174 કલમ મુજબનો ગુનો નોંધી મૃતદેહને પીએમ અર્થે આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે.