ગુજરાતના બોટાદના ધંધુકા-અને બરવાળા તેમજ રોજીદ ગામમાં કેમિકલયુક્ત દેશી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 31 લોકોના મોત થયા હોવાની સામે આવ્યું છે અને કેટલાક લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે આ મામલે પોલીસે બે ઇમોને ઝડપી પાડ્યા છે ત્યારે આવી ઘટના અંકલેશ્વર શહેરમાં નહીં બને તે માટે શહેર પોલીસ મથકનો સ્ટાફ એકશન મોડમાં આવી ગયો છે..

પોલીસે શહેરના વિવિધ વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ કરતા બુટલેગરોને ત્યાં દરોડા પાડ્યા હતા અને અલગ અલગ સ્થળોએથી દેશી દારૂનું વેચાણ કરતી મંધુબેન પાટણવાડિયા,અમૃત વસાવા,અનિલ વસાવા,બળવંત વસાવા, સતીશ વસાવા,અરુણ વસાવા,માનસિંગ વસાવા અને અશોક વસાવાને ઝડપી પાડ્યો હતો પોલીસની અચાનક રેડ પડતા જ દેશી દારૂનું વેચાણ કરતા તત્વોમાં દોડધામ મચી જવા પામી છે.