/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/25131307/maxresdefault-196.jpg)
ભરૂચમાં કોરોનાનો કહેર દિનપ્રતિદિન વકરી રહ્યો છે ત્યારે અનેક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ આગળ આવી રહી છે ત્યારે ટંકારીયા ખાતે આવેલ ધાર્મિક સ્થળમાં આઈશોલેશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ તબક્કામાં 30 બેડ ઊભા કરાયા છે બાદમાં 100 બેડની સુવિધા ઊભી કરવામાં આવશે
સમગ્ર દેશ સહિત ગુજરાત અને ભરૂચ જીલ્લામાં કોરોનાની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે અને અનેક લોકો સંક્રમિત થઈ રહ્યા છે તો બીજી તરફ મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. વૈશ્વિક મહામારીમાં લોકોને બેડ નથી મળી રહ્યા ત્યારે ભરૂચના ટંકારીયા ગામ ખાતે આવેલ ધાર્મિક સંસ્થા દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. ટંકારીયા ગામ નજીક આવેલ મદ્રેસાને હોસ્પિટલમાં તબદીલ કરી દેવામાં આવ્યું છે અને હાલ અહી પ્રાથમિક તબક્કે 30 બેડ તૈયાર કરાયા છે જ્યાં કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને સારવાર આપવામાં આવશે. અહી ઑક્સીજનની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત નિષ્ણાત તબીબો સેવા આપશે. અહી સારવાર માટે દાખલ થતાં દર્દીઓને ભોજનની સુવિધા પણ આપવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં અહી 100 બેડની સુવિધા ઊભી કરવામાં આવનાર છે ત્યારે ભરૂચના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ માટે આ આઇશોલેશન સેન્ટર આશીર્વાદરૂપ સાબિત થશે