/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/25152014/maxresdefault-332.jpg)
રાજયમાં ચાલી રહેલાં કોરોના વાયરસના કારણે પોલીસની કામગીરીમાં વધારો થયો છે. તેવામાં જંબુસરમાં પોલીસ માસ્ક અને હેલમેટના નામે ગરીબ અને મધ્યમવર્ગીય લોકોની હેરાનગતિ કરતી હોવાની ફરિયાદ ધારાસભ્યએ રાજયના ગૃહમંત્રીને કરી છે.
કોરોના વાયરસના કહેર વચ્ચે પોલીસતંત્રની કામગીરીમાં વધારો થયો છે. રાજયમાં માસ્ક નહિ પહેરનારા લોકો પાસેથી 1,000 રૂપિયાનો દંડ લેવાનો નિયમ બનાવ્યો છે અને આ નિયમના પાલનની જવાબદારી પોલીસ તથા પાલિકા વિભાગને સોંપવામાં આવી છે. ભરૂચ જિલ્લાના જંબુસરમાં પોલીસ ગરીબ તથા શ્રમજીવી વર્ગને આડકતરી રીતે હેરાનગતિ કરતી હોવાનો આક્ષેપ જંબુસરના કોંગ્રેસના ધારાસભ્ય સંજય સોલંકીએ કરી છે.
કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જંબુસર શહેર તથા તાલુકામાં ગામડાઓમાંથી આવતાં લોકોને માસ્ક અને હેલમેટના નામે ચેકિંગના નામે રોકી દંડની વસુલાત કરવામાં આવી છે. પોલીસની ખોટી હેરાનગતિ બાબતે રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને પત્ર લખી ગરીબ અને મધ્યમવર્ગીય લોકોને રાહત આપવામાં આવે તેવી માંગણી કરી છે.