ભરૂચ : જંબુસર ઇસ્લામપુર ખાડીના મીઠા ઉદ્યોગના દબાણો દૂર કરવા ધારાસભ્યને રજૂઆત

New Update
ભરૂચ : જંબુસર ઇસ્લામપુર ખાડીના મીઠા ઉદ્યોગના દબાણો દૂર કરવા ધારાસભ્યને રજૂઆત

ભરૂચના જંબુસર તાલુકાનાં ઇસલામપુર ખાડીના મીઠા ઉદ્યોગોના દબાણો દૂર કરવા સંભા ગામના સરપંચ અને ખેડૂતો દ્વારા ધારાસભ્ય સંજય સોલંકીને રજૂઆત કરી.

જંબુસર તાલુકાના દરિયાઇ કાંઠા વિસ્તારમાં મીઠા ઉદ્યોગ ખુબ જ ફુલ્યો ફાલ્યો છે. પરંતુ મીઠા ઉદ્યોગને કારણે તાલુકાના સંભા, પાંચકડાં, મદાફર, ટીમ્બી, ભોદર, ટુંડજ સહિતના ગામોના ધરતીપુત્રો પણ પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યાં છે. જંબુસર તાલુકાના ટંકારી-ઇસ્લામપુર ખાડીમાં મીઠા ઉદ્યોગકારોએ દબાણો કરતા સદર ગામોના વરસાદી પાણી સંભાના મોટા કાંસ આગળથી ઇસ્લામપુર ખાડીમાં જતું પાણી ખાડીમાં માટીના પાળા બનાવી દેતાં પાણીનો યોગ્ય નિકાલ થઈ શકતો નથી અને વરસાદી પાણીનો નિકાલ ન થવાથી ચોમાસામાં કાંસ ઓવરફ્લો થતી હોય છે જેથી ખેતરોમાં પાણી ભરાઈ જવાથી સંભા ગામની 250 હેક્ટર થી વધુ જમીનમાં પાક બળીને ખાખ થઇ જાય છે.

આ સહિત અન્ય ગામોની પણ આજ તકલીફને કારણે ધરતીપુત્રોનો મહામુલો પાક નાશ પામે છે. આ બાબતે વારંવાર રજુઆતો પણ કરવામાં આવી છે પરંતુ આ પ્રશ્નનો હલ થતો નથી. આ અંગે સંભા ગામના સરપંચ નીરુબેન ગોહિલ દ્વારા ધારાસભ્ય સંજય સોલંકીને લેખિતમાં રજુઆત કરી હતી.

આ અંગે ધારાસભ્યએ મુખ્યમંત્રી કાર્યપાલક ઇજનેરનું પણ ધ્યાન દોર્યું છે. આગામી સમયમાં ચોમાસાની સિઝન આવતી હોવાથી વહેલી તકે આ ખાડી સાફ કરવામાં આવે તો ખેડુતોનુ ઉત્પાદન બચાવી શકાય તેમ જણાવ્યું હતું.

Latest Stories