જંબુસર તાલુકા હેલ્થ ઓફીસ તથા નગરપાલિકાના સહયોગથી વોર્ડ નંબર પાંચના રહીશો માટે કોવિડ રેપિડ એન્ટિજન ટેસ્ટ કેમ્પનું આયોજન જુમ્મા મસ્જિદ પ્રાથમિક શાળા ખાતે કરવામા આવ્યુ હતું.
હાલ કોરોના મહામારીના સંક્રમણને લઈ ઠેરઠેર કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે જંબુસર નગરમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા નગરપાલિકાના સહકારથી વોર્ડ નંબર પાંચના તમામ નાગરિકો માટે જુમ્મા મસ્જિદ પ્રાથમિક શાળા ખાતે રેપીડ એન્ટિજન ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જંબુસરના મામલતદાર જી. કે. શાહ ટીએચઓ ઓમકારનાથ દેસાઈ ઉપસ્થિત રહ્યાં હતાં.
વોર્ડ નંબર પાંચના રહીશોએ આ કેમ્પનો લાભ લીધો હતો અને પોઝીટીવ આવેલ દર્દીઓને આરોગ્ય વિભાગ દ્વારા સારવાર માટેની કવાયત પણ શરૂ કરવામાં આવી છે. રેપિડ એન્ટિજન ટેસ્ટ કેમ્પમાં નગરપાલિકાના મુખ્ય અધિકારી રાહુલ ઢોડીયા તથા સદસ્ય શાકીર મલિક સહિત સભ્યો અને નગરપાલિકાનો સ્ટાફ ઉપસ્થિત હતો.