ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલમાં નાતાલ પર્વની અનોખી ઉજવણી, તમે પણ જુઓ શું હતો આઇડીયા

New Update
ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલમાં નાતાલ પર્વની અનોખી ઉજવણી, તમે પણ જુઓ શું હતો આઇડીયા

ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલમાં નાતાલ પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. શાળાના સ્ટાફમાંથી બનેલાં શાંતા કલોઝ વિડીયો કોલીંગના માધ્યમથી બાળકો સાથે રૂબરૂ થયાં હતાં.

કોરોના વાયરસના કારણે માર્ચ મહિનાથી શાળાઓ તથા કોલેજોમાં શિક્ષણકાર્ય બંધ કરી દેવામાં આવ્યું છે. હાલ વિડીયો કોલ તથા અન્ય માધ્યમોથી બાળકોને શિક્ષણ આપવામાં આવી રહયું છે. વિદ્યાર્થીઓ શાળામાં જઇ શકતાં ન હોવાથી અભ્યાસ ઇતર પ્રવૃતિઓ ઉપર પણ બ્રેક લાગી ચુકી છે. ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલ દ્વારા નાતાલ પર્વની ઉજવણી માટે નવતર અભિગમ અપનાવવામાં આવ્યો હતો.

શિક્ષકોએ દરેક વાલીઓને તેમના ઘરમાં ચોકલેટ ભરેલી કોથળી બનાવી તેને સંતાડી દેવામાં કહયું હતું. આજે ગુરૂવારના રોજ સ્ટાફમાંથી એક વ્યકતિ શાંતા કલોઝ બન્યાં હતાં અને વિડીયો કોલીંગના માધ્યમથી બાળકો સાથે રૂબરૂ થયાં હતાં. આ ઉજવણીમાં બાળકોની સાથે તેમના વાલીઓએ પણ ઉત્સાહભેર ભાગ લઇ લાલ વસ્ત્રો ધારણ કર્યા હતાં. જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના મેનેજીંગ ડીરેકટર એમ.એસ.જોલી, ટ્રસ્ટી યોગેશ પારીક તેમજ આચાર્યોના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ પાર પડાયો હતો.

Latest Stories