ભરૂચ જિલ્લા પંચાયતની મળેલ બેઠકમાં વિવિધ 8 સમિતિઓની રચના કરવામાં આવી હતી. કોરોના કાળ વચ્ચે મળેલ બેઠકમાં દરેક સભ્યોના કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા.
ભરૂચ જીલ્લા પંચાયતની વિવિધ સમિતિની રચના માટે જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જે કોરોના ના કારણે ખુલ્લામાં મંડપ બાંધી યોજવામાં આવી હતી. તેમજ સભ્યોના પ્રવેશ પૂર્વે કોરોના રેપીડ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. જેમાં તમામ સભ્યો ના ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા.પણ વિલાયત બેઠકના મહિલા સભ્ય વિદ્યાબેન વસાવાના પતિ દિલીપભાઈનો ટેસ્ટ પોઝીટીવ આવતા તેમને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.
જિલ્લા પંચાયત ની વિવિધ સમિતિની રચના માટે મળેલ બેઠકમાં કારોબારી, શિક્ષણ, બાંધકામ, આરોગ્ય, અપીલ, ઉત્પાદન, સહકાર અને સિંચાઇ સહિત વિવિધ આઠ સમિતિઓની રચના કરવામાં આવી હતી. હવે સાત દિવસ બાદ સમિતિઓના ચેરમેનની વરણી કરવામાં આવશે.