અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા દ્વારા ગડખોલ સીએચસી સેન્ટરને કોરોના દર્દીઓની સારવાર માટેની દવાની કીટ આપવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા માં કોરોના મહામારી ને નાથવા માટે વહીવટીતંત્ર દ્વારા અનેકવિધ સુવિધા ઉભી કરવા માં આવી રહી છે જેમાં વિવિધ સ્થળે કોવિડ કેર સન્ટર નો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં કોવિડ ના દર્દીઓ ની સારવાર કરવામાં આવી રહી છે . આ દરદીઓ અને તંત્ર ની સહાય માટે સેવાકીય સઁસ્થાઓ આગળ આવી રહી હોય ત્રાલસા ની માનસિક દિવ્યાગ બાળકો ની સંસ્થા અસ્મિતા વિકાસ કેન્દ્ર ના સંસ્થાપક પ્રવીણ ભાઈ પટેલે અમેરિકા થી વતન ના દર્દ ની અનુભૂતિ કરી સંસ્થાના સંચાલકો ને કોવિડ દર્દીઓ માટે દવા અને ભોજન ની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.
જેના પગલે અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ના સંચાલકો ગડખોલ સી.એચ.સી.સેન્ટર ખાતે જઇ 50 કોવિડ મેડિસિન ની કીટ અર્પણ કરી હતી.આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, સહિત અન્ય હોદ્દેદારો અને મેડિકલ સ્ટાફના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.