ગુજરાતભરમાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ કરવામાં આવ્યો છે, ત્યારે ભરૂચ જીલ્લામાં પણ વર્ષ 2021 માટેના મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યા છે. જે અંતર્ગત રવિવારના રોજ શહેરના વિવિધ સ્થળોએ વહીવટી તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
ભરૂચ જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાના એંધાણ સર્જાયા છે, ત્યારે હાલ ઘણા સમયથી વર્ષ 2021 માટે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યા છે. જેમાં છેલ્લા 4 રવિવારથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આજે રવિવારના રોજ ભરૂચના વિવિધ વિસ્તારોમાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં મતદારો પોતાનું નામ મતદાર યાદીમાં છે કે કેમ, નામ કમી કરાવવા, નામ ઉમેરવા અને સરનામા સહિતના ફેરફારો કરાવ્યા હતા.
જોકે ખાસ ઝુંબેશ હેઠળ તા. 22, 29 નવેમ્બર, 6 અને 13 ડિસેમ્બર એમ 4 રવિવારે સવારે 10થી 5 દરમ્યાન મતદારોએ પોતાના વિસ્તારના મતદાન મથકોએ નવા ચૂંટણી કાર્ડ સહિત જૂના ચૂંટણી કાર્ડમાં સુધારા-વધારા કરાવ્યા હતા. જેમાં પહેલી જાન્યુઆરી, 2021ના રોજ 18 વર્ષ પૂરા કરનાર અને તેથી વધુ ઉંમર ધરાવનાર તમામ મતદારોએ મતદાર યાદીમાં નામ નોંધાવી મતદાન કરવા માટે પોતાનો અધિકાર મેળવ્યો છે.