/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/06/01170506/maxresdefault-12.jpg)
ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીઓની સારવાર માટે અતિ ઉપયોગી એવા મા અમૃતમ કાર્ડની કામગીરી અચાનક બંધ કરી દેવામાં આવતાં અરજદારોને ધકકો પડયો હતો. રાજય સરકારની મા અમૃતમ યોજના હેઠળ અનેક દર્દીઓને સારા દવાખાનાઓમાં વિનામુલ્યે સારવાર મળી રહી છે. આજે મંગળવારના રોજ ભરૂચમાં મા અમૃતમ યોજનાની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી.
નવા કાર્ડ મેળવવા તથા જુના કાર્ડ મેળવવા માટે આવેલાં અરજદારોને ધકકો ખાવો પડયો હતો. બંધ થયેલી કામગીરી કયારે શરૂ થશે તે બાબતે હજી જાણ કરવામાં આવી નથી. કેટલાય દર્દીઓની સારવાર ચાલી રહી છે અને તેમના કાર્ડ લોગ ઇન ન થતાં હોસ્પિટલોએ લાભ આપવાનો ઇન્કાર કરતાં દર્દીઓના સગાઓ અટવાયાં હતાં. હેલ્થ ઓફીસના સિસ્ટમ ઓપરેટર પણ ઉપરથી આદેશ આવતા કામગીરી બંધ કરવામાં આવી હોવાનું જણાવી રહ્યા હતાં.
આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી નો સંપર્ક કરવામાં આવતા સમગ્ર રાજ્ય માં સરકારના આદેશ ના પગલે કામગીરી બંધ કરવામાં આવી છે જે બે દિવસ બંધ રહેશે. બે દિવસ કામગીરી બંધ રહેવા પાછળ એજન્સી બદલવામાં આવનાર હોવાનું પ્રાથમિક તપાસ માં જાણવા મળી રહ્યું છે.