ભરૂચના જંબુસર ખાતે આવેલ સુપર સોલ્ટ કંપની દ્વારા ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે વિદ્યાર્થીઓને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતુંભરૂચના જંબુસર ખાતે આવેલ સુપર સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા છેલ્લા 12 વર્ષથી મગણાદ પ્રાથમિક મિશ્ર શાળાના બાળકોને વિનામૂલ્યે ગણવેશ વિતરણ કરવામાં આવે છે. જે અંતર્ગત ધારાસભ્ય ડી કે સ્વામીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કંપની સંચાલક કેતન ત્રિવેદી, નાયબ કલેક્ટર એમ બી પટેલ, મામલતદારવી બી પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને 400 જેટલા વિદ્યાર્થીઓને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું