ભારત ભરમાં સેવારૂપી સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવતા હોય છે, ભૂખ્યાને ભોજન, ભટકતાને આશરો અને ગરીબ પરિવારોના લગ્ન કરાવી આપતી અનેક સંસ્થાઓ કાર્યરત છે. આજ પંક્તિમાં બાપજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા. જે વર્ષોથી ગરીબ પરિવારોના લગ્ન સંસારનું માધ્યમ બને છે. ધાર્મિક એકતાના માહોલમાં સમૂહ લગ્ન મહોત્સવની આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિન્દુ-મુસ્લિમ કોમના ગરીબ પરિવારોના 12 યુગલોએ ઘર સંસાર માંડ્યા હતા.
દાતાઓના દાનથી ગરીબોના જીવનમાં યોગદાન આપે છે. સમૂહ લગ્નમાં એક સ્ટેજ પર દરેક ધર્મના યુગલોએ સાંસારિક જીવનના પ્રારંભનો દસ્તાવેજ પઢી દુનિયા માટે મિસાલ કાયમ કરી હતી. આ લગ્નોત્સવમાં ઘર સંસાર માંડી રહેલા જોડાઓને કરિયાવરમાં ભેટ સ્વરૂપે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી. કન્યાદાન વેળા કન્યાઓના પરિવારોની આંખો ભીની થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. આ પ્રસંગે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા, કોંગ્રેસના નેતા સુલેમાન પટેલ, યુવા કોંગ્રેસ નેતા સમસાદ અલી સૈયેદ તેમજ આગેવાનો અને ગ્રામજનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
