જંબુસરમાં તસ્કરોનો તરખાટ

જનરલ સ્ટોરમાં તસ્કરો ત્રાટકયા

સિગારેટના મોટા જથ્થાની ચોરી

ભરૂચના જંબુસરમાં તસ્કરો જનરલ સ્ટોરમાંથી સિગારેટના મોટા જથ્થાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ચોરીની સમગ્ર ઘટનના સીસીટીવીમાં કેદ થઈ છે

ભરૂચના જંબુસરમાં ચોરીની ઘટનાએ ચકચાર મચાવી છે. શહેરમાં બાઈક પર આવેલા તસ્કરોએ જાવિદ જનરલ સ્ટોર્સને નિશાન બનાવી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.વેપારીના જણાવ્યા અનુસાર તસ્કરો દુકાનમાંથી અંદાજે એક લાખ રૂપિયાથી વધુ કિંમતની સિગારેટની ચોરી કરી બાઈક પર ફરાર થઈ ગયા હતા.

સમગ્ર ઘટનાના દૃશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે. જેમાં તસ્કર દુકાન પર આવે છે અને અંદર ચોરીની ઘટનાને અંજામ આપે છે એ સહિતની ગિતિવિધિ નજરે પડી રહી છે.જંબુસરમાં છેલ્લા કેટલાક સમયથી મંદિરો તેમજ દુકાનોમાં ચોરીની ઘટનાઓ વધતી હોવાની ચર્ચા વચ્ચે આ ઘટનાને પગલે વેપારીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે.ઘટનાની જાણ થતાં જંબુસર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. CCTV ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ અને તેમની ધરપકડ માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.