ભરૂચ : એમ. કોમના સેમેસ્ટર - 4નું પેપર લીક થવાનો મામલો, તપાસ સમિતિના રીપોર્ટને NSUIએ હાસ્યાસ્પદ ગણાવ્યો

New Update
ભરૂચ :  એમ. કોમના સેમેસ્ટર - 4નું પેપર લીક થવાનો મામલો, તપાસ સમિતિના રીપોર્ટને NSUIએ હાસ્યાસ્પદ ગણાવ્યો

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટી દ્વારા સપ્ટેમ્બર મહિનામાં લેવાયેલી એમ.કોમ સેમેસ્ટર -4નું એકાઉન્ટ -11નું પ્રશ્નપત્ર પરીક્ષા અગાઉ સોશિયલ મીડીયામાં ફરતું થઇ ગયું હતું. અંકલેશ્વરની કડકીયા કોલેજમાંથી પેપેર લીક થયું હોવાની વાત વહેતી થયા બાદ તપાસ સમિતિની રચના કરાઇ હતી. તપાસ સમિતિએ જવાબદાર પ્રાધ્યાપકને માત્ર 100 રૂપિયા દંડ અને એક વર્ષ સુધી પરીક્ષાલક્ષી કામગીરીથી દુર રહેવાની સજા કરતાં એનએસયુઆઇએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે……

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના ઉપક્રમેે સપ્ટેમ્બર મહિનામાં એમ. કોમ સેમેસ્ટર - 4 નું એકાઉન્ટ 11 વિષયનું પ્રશ્નપત્ર લીક થઇ ગયું હતું. યુનિવર્સિટી દ્વારા તપાસ સમિતિ બનાવી તપાસ હાથ ધરતા આ પેપર અંકલેશ્વર ની કડકીયા કોલેજમાંથી લીક થયું હોવાની વિગતો સપાટી પર આવી હતી. એકાઉન્ટ -11 વિષયની 1,200 જેટલા છાત્રોએ પરીક્ષા આપી હતી. તપાસ સમિતિએ જવાબદાર પ્રાધ્યાપકને માત્ર 100 રૂપિયા દંડ અને એક વર્ષ સુધી પરીક્ષાલક્ષી કામગીરી દુર રહેવાની સજા ફટકારી છે. તપાસ સમિતિની કામગીરી સામે એનએસયુઆઇએ સવાલો ઉઠાવ્યાં છે.

જેમાં સમિતિને પ્રશ્નપત્ર લીક થયાના પુરાવા મળ્યા નથી, તો પ્રાફેસર પર કાર્યવાહી કેમ કરી, અને જો કાર્યવાહી કરી તો પુરાવાને ક્યા સગે વગે કર્યા..? વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમનાર પ્રાફેસરને ફ્કત 100 રૂપિયાનો દંડ અને પરીક્ષાની કામગીરી માંથી બાકાત રાખવો સજા નથી એતો પ્રો.ને ફાવતુ મળી ગયુ કહેવાય.જો જવાબદાર પ્રાધ્યાપક વિરૂધ્ધ યોગ્ય કાર્યવાહી નહિ થાય અને 1,200 વિદ્યાર્થીઓને ન્યાય નહી મળે તો દરેક જિલ્લામાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.

આ બાબતે તપાસ સમિતિના સભ્ય ડૉ. વિજય જોષીનો સંપર્ક કરવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, અંકલેશ્વરની કોલેજમાંથી પેપર લીક થયું હોવાના કોઇ પુરાવા મળ્યાં નથી. આ બાબતે સાયબર ક્રાઇમની ટીમ પાસે પણ તપાસ કરાવવામાં આવી હતી. તમામ પાસાઓને ધ્યાનમાં રાખી રીપોર્ટ તૈયાર કરાયો છે અને જેને સીન્ડીકેટ સમિતિની બેઠકમાં મંજુર રાખવામાં આવ્યો છે..

Latest Stories