ભરૂચમાં વર્ષો જૂની પરંપરા મુજબ મેઘરાજાને શણગારવામાં આવ્યા છે. વરસાદના દેવ મેઘરાજાના દર્શન માટે ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

ભરૂચમાં મેઘરાજાને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ મેઘરાજાના દર્શન અને પૂજન માટે ભક્તો ઉમટી રહ્યા છે. મેઘરાજાના ભવ્ય શણગારના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.આ પરંપરાગત આયોજન સાથે આવનારા સમયમાં વર્ષો જૂના મેળાની પણ શરૂઆત થશે, જેને લઈને લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મેઘરાજાની આરાધના સાથે ભક્તો દ્વારા સારા વરસાદ અને સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચમાં વર્ષોની પરંપરા અનુસાર સાતમથી દશમ સુધી મેઘ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે જેમાં સમગ્ર રાજ્યમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે