/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/30200332/Patel-Ishwarsinh-Thakorbhai.jpg)
ભરૂચ જિલ્લામાં કોરોનાની મહામારીથી લોકો પીડાય રહયાં છે ત્યારે હોસ્પિટલોમાં સાધનોની અછત વર્તાઇ રહી છે. દર્દીઓની સુવિધામાં વધારો થાય તે માટે અંકલેશ્વર – હાંસોટ મત વિસ્તારના ધારાસભ્ય અને રાજયના સહકારમંત્રી ઇશ્વરસિંહ પટેલે કાકાબા હોસ્પિટલ માટે 10.89 લાખ રૂપિયાની ફાળવણી કરી છે.
ભરૂચમાં કોરોનાના સરેરાશ 100થી વધારે કેસ સામે આવી રહયાં છે. ખાનગી અને સરકારી દવાખાનાઓમાં અનેક દર્દીઓ સારવાર લઇ રહયાં છે. કોરોનાની મહામારી સામે લડવા માટે આરોગ્યલક્ષી સેવાઓને વધુ સારી બનાવવાની તાતી જરૂરીયાત છે. આવા સંજોગોમાં રાજયના સહકારમંત્રી ઇશ્વરસિંહ પટેલે હાંસોટની કાકાબા હોસ્પિટલમાં 6 નંગ મોનીટર અને વોલ માઉન્ટ સ્ટેન્ડ માટે 10.89 લાખ રૂપિયાની ફાળવણી કરી છે. આ તમામ સાધનો તેમની ગ્રાંટમાંથી હોસ્પિટલને આપવામાં આવશે. દર્દીઓની સુખાકારી માટે મંત્રી ઇશ્વરસિંહ પટેલે લીધેલા પગલાંને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા તથા અન્ય હોદેદારો અને કાર્યકરોએ તેમનો આભાર માન્યો છે.