ભરૂચ: ઇંગ્લેન્ડમાં વાગરાના અરગામા ગામના માતા-પુત્રી અને પુત્ર લેન્કેશાયર કન્ટ્રી કાઉન્સિલની ચૂંટણીમાં વિજેતા

New Update
ભરૂચ: ઇંગ્લેન્ડમાં વાગરાના અરગામા ગામના માતા-પુત્રી અને પુત્ર લેન્કેશાયર કન્ટ્રી કાઉન્સિલની ચૂંટણીમાં વિજેતા

વાગરા તાલુકાના અરગામા ગામના વતની અને રાજકારણમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરનાર સ્વ.અહમદ ખાનની અને ગામના માજી સરપંચ ઈબ્રાહિમ ખાનની પ્રપૌત્રી હસીના ખાન પણ લેબર પાર્ટીમાં પાયાની કાર્યકર તરીકે જોડાઈ હતી. ચોર્લી નોર્થના કાઉન્સિલર તરીકે રાજકીય પદાર્પણ કર્યું હતું, જેમાં તેણે વર્ષ 2006માં લેન્કેશાયરમાં પ્રથમ મુસ્લિમ મહિલા કાઉન્સિલર તરીકે ચૂંટાયેલી અને 2019માં મેયર તરીકે સેવા આપી હતી.

બંનેય બાળકોએ તેમની માતાથી પ્રેરણા લઈને હાલમાં જ યોજાયેલી સ્થાનિક ચૂંટણીમાં ઝપલાવ્યું હતું, જેમાં પુત્રી ઝારા તેની ચોર્લી કાઉન્સિલ પર બીજી વખત ચૂંટણી માટે ચૂંટાઈ આવી હતી અને હસીના ખાન પાંચમી ટર્મ માટે ફરીથી ચૂંટાઈ આવી હતી, જયારે તેમનો પુત્ર સમીર ખાન પણ યોજાયેલી ચૂંટણીમાં વિજેતા થયો હતો, જેથી એક જ પરિવારમાંથી માતા, પુત્ર અને પુત્રી વિજેતા થતાં ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.

Latest Stories