ભરૂચ : મુસ્લિમ સમાજ દ્વારા મોતનો મલાજો જળવાય તે માટે અનોખી પહેલ, 500 પેટીઓ કરાઇ દાન

New Update
ભરૂચ : મુસ્લિમ સમાજ દ્વારા મોતનો મલાજો જળવાય તે માટે અનોખી પહેલ, 500 પેટીઓ કરાઇ દાન

ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા કોરોના કાળમાં મોતનો મલાજો જળવાઈ રહે તે માટે કોવિડ હોસ્પિટલોમાં લાકડાની પેટીઓ દાન કરવામાં આવી.

ભરૂચ જિલ્લામાં કોરોના કાળમાં કોરોના ની સારવાર બાદ મૃત્યુ પામતા મૃતકની પાસે જતા પણ સ્વજનો ગભરાઇ રહ્યા હતા. ત્યારે મુસ્લિમ સમાજના આગેવાનોએ લાકડાની પેટીઓ તૈયાર કરી ભરૂચની વિવિધ હોસ્પિટલોમાં આપી મોતનો મલાજો જળવાય તે માટેની અનોખી પહેલ કરવામાં આવી છે. 500થી વધુ લાકડાની પેટીઓ તૈયાર કરાવી અને સાથે અંતિમ સંસ્કારની તમામ સામગ્રી સાથે ની કીટો હોસ્પિટલોમાં દાન કરી હતી.

ભરૂચ જિલ્લામાં કોરોનાની મહામારી વચ્ચે ભરૂચના મુસ્લિમ સમાજના કોરોનાના દર્દીઓ મૃત્યુ પામે તો તેના મોતનો મલાજો જળવાઈ રહે તે માટેની અનોખી પહેલ કરી છે. સામાજિક કાર્યકર અબ્દુલભાઈ કામથી સહિત ભરૂચના મુસ્લિમ આગેવાનોએ ભેગા મળી કોરોનાની મહામારી જ્યાં સુધી ચાલે ત્યાં સુધી કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામતા મુસ્લિમ સમાજ અને અન્ય સમાજના લોકોને અંતિમ ક્રિયાની તમામ સામગ્રી વિના મુલ્યે પૂરી પાડવાની શરૂઆત કરાઇ છે.

મૃતકોના દફનવિધિ માટેની લાકડાની પેટીઓ તૈયાર કરતાં સુથારી ગુલામ પટેલે જણાવ્યું હતું કે કોરોનાની બીમારીથી સંખ્યાબંધ લોકો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે અત્યાર સુધીમાં મેં 300 પેટીઓ બનાવી છે અને રાત દિવસ બનાવતો રહીશ.

Latest Stories