/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/31162903/CG_bhu_samanya-sabha.jpg)
ભરૂચ નગર સેવા સદન્ની આજરોજ બજેટલક્ષી સામાન્ય સભા મળી હતી જેમાં રૂપિયા 8.67 કરોડની પુરાંતવાળા બજેટને મંજૂરી આપવામાં આવી હતી.
ચૂંટણી બાદ આજરોજ ભરૂચ નગર સેવા સદનના સભા ખંડમાં પ્રથમ સામાન્ય સભા મળી હતી જેમાં પ્રમુખ અમિત ચાવડા, ઉપ પ્રમુખ નિના યાદવ અને ચીફ ઓફિસર સંજય સોની તેમજ ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય સભામાં વર્ષ 2021-22નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. રૂપિયા 8.67 કરોડની પુરાંતવાળા બજેટને મંજૂરી આપવામાં આવી હતી. શહેરના બિસ્માર બનેલા માર્ગોના નવીનીકરણના કામોને બજેટમાં પ્રાધાન્ય આપવામાં આપવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરનો સર્વાંગી વિકાસ થાય એ પ્રકારે બજેટ તૈયાર કરવામાં આવ્યું હોવાનો સત્તાપક્ષ દ્વાર દાવો કરવામાં આવ્યો છે.
આ તરફ વિપક્ષ કોંગ્રેસે બજેટને બોગસ ગણાવ્યું છે. કોંગ્રેસના નેતા સમસાદ સૈયદે જણાવ્યુ હતું કે શાસકો દ્વારા બોગસ બજેટ રજૂ કરાયું છે . બજેટમાં જે આંકડા આપવામાં આવ્યા છે ખોટા છે અને સરકારમાંથી આવેલ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ઉપયોગ વગર આમ જ પડી રહી છે.