દિલ્હીની મહિલાઓના ખાતામાં 5100 કરોડ રૂપિયા જમા કરવામાં આવશે, CM રેખાએ બજેટમાં કરી જાહેરાત
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ નાણાકીય વર્ષ 2025-26 માટે દિલ્હી સરકારનું 1 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું, જે પાછલા નાણાકીય વર્ષના બજેટ કરતા 31.5 ટકા વધુ છે. બજેટ રજૂ કરતી વખતે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે, આ દિલ્હી સરકારનું ઐતિહાસિક બજેટ છે.