ભરૂચ: આત્મવિલોપનની ચીમકી ઉચ્ચરનાર આમોદ ન.પા.ના નગર સેવકની અટકાયત
ભરૂચની આમોદ નગર સેવા સદનમાં ભ્રષ્ટાચારના મામલે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારનાર નગર સેવકની પોલીસે અટકાયત કરી હતી ગુજરાત, સમાચાર, Featured,
ભરૂચની આમોદ નગરપાલીકાના ભંગારની હરાજીના મુદ્દે વિપક્ષે આક્રમક વલણ અપનાવી આમોદ મામલતદારને આવેદનપત્ર આપી આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી.જેથી વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી ત્યારે આજરોજ પાંચ દિવસ પૂરા થતાં આમોદ પાલિકાના અપક્ષ સદસ્ય મહેન્દ્રભાઈ દેસાઈ આત્મવિલોપન કરે તે પહેલાં જ પોલીસે તેઓની અટકાયત કરી દીધી હતી.
પોલીસે નગર સેવકની અટકાયત કરતા ભરૂચ જીલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, જંબુસર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, કોંગ્રેસી આગેવાન પ્રભુદાસ મકવાણા ,ઉસ્માન મિડી, જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા સહિત પાલિકાના ચૂંટાયેલા અપક્ષના નગરસેવકો સાથે રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં આમોદ પોલીસ સ્ટેશને આવી પહોંચ્યા હતા. આ સમગ્ર મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સોશિયલ નેટવર્કિંગ એક્સપર્ટ ટ્વિટ કરી ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા તો
ભરૂચ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ પણ ભ્રષ્ટાચારના મામલે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા
