ભરૂચના આમોદનો બનાવ

આમોદના મછાસરા ગામનો બનાવ

ખુલ્લી ગટર બની જીવલેણ

2 વર્ષના બાળકનું ગટરમાં પડી જતા મોત

તંત્રની બેદરકારી સામે લોકોમાં આક્રોશ

એન્કર

ભરૂચના આમોદ તાલુકાના મછાસરા ગામે ખુલ્લી ગટરમાં પડી જતા 2 વર્ષીય બાળકનું મોત નિપજવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે

ભરૂચના આમોદ તાલુકાના મછાસરા ગામમાં રાત્રિના સમયે ખુલ્લી ગટરમાં પડી જવાથી 2 વર્ષીય વિહાન શૈલેષ રાઠોડનું મોત થયું હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. બનાવને પગલે સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે.પ્રાથમિક માહિતી મુજબ, રહેણાંક વિસ્તારમાં ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાના કારણે બાળક તેમાં પડી ગયું હોવાની આશંકા છે.

ઘટનાની જાણ થતાં પરિવારજનો અને સ્થાનિક લોકોએ બાળકની કલાકો સુધી શોધખોળ હાથ ધરી હતી. અંતે બાળકનો મૃતદેહ ખુલ્લી ગટરમાંથી મળી આવ્યો હતો.બાળકને બચાવવાના પ્રયાસરૂપે તાત્કાલિક રિક્ષામાં લઈ જવામાં આવ્યું હતું. ત્યારબાદ રસ્તામાં 108 એમ્બ્યુલન્સ મારફતે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યું હતું.

ઘટનાને પગલે પરિવાર પર દુઃખનું આભ તૂટી પડ્યું છે. રહેણાંક વિસ્તારમાં ખુલ્લી ગટર હોવા છતાં ઢાંકણું કેમ ન મૂકાયું, તેને લઈને ગ્રામજનોમાં સવાલો ઉઠી રહ્યા છે. બનાવનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. તંત્ર દ્વારા ખુલ્લી ગટરોની તપાસ કરી જરૂરી સુરક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.