પહેલા બેટિંગ કરતા અફઘાનિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટે 159 રન બનાવ્યા. જવાબમાં ટીમ ઇન્ડિયાના બેટ્સમેનોએ આક્રમક બેટિંગ કરી અને આસાન જીત મેળવી છે.

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે 15 સપ્ટેમ્બરના ભારતીય ટીમે અફઘાનિસ્તાન સામે પોતાનો વિજય ક્રમ જાળવી રાખ્યો છે. ભારતે બીજી ટી20 7 વિકેટથી જીતીને શ્રેણી જીતી લીધી છે. પહેલા બેટિંગ કરતા અફઘાનિસ્તાન 8 વિકેટે 159 રન બનાવવામાં સફળ રહ્યું. ફરી એકવાર અફઘાન બેટ્સમેન ભારતીય બોલરો સામે લાચાર દેખાયા હતા.160 રનના લક્ષાંકનો પીછો કરતા અભિષેક શર્મા અને સંજુ સેમસન વચ્ચે પ્રથમ વિકેટ માટે 88 રનની ભાગીદારી થઈ. રાશિદ ખાને અભિષેકને આઉટ કર્યો. અભિષેક 19 બોલમાં બે ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 39 રન બનાવવામાં સફળ રહ્યો હતો.

સંજુ સેમસને 20 બોલમાં અડધી સદી ફટકારીને ટીમની જીત લગભગ સુનિશ્ચિત કરી દીધી. સેમસન અડધી સદી ફટકાર્યા બાદ આઉટ થયો. ઈશાન કિશન (38) અને તિલક વર્મા (15) અણનમ રહ્યા અને ટીમને 7 વિકેટથી વિજય અપાવ્યો.અગાઉ ભારતીય બોલરોના શાનદાર પ્રદર્શન સામે અફઘાનિસ્તાનનો બેટિંગ ક્રમ તૂટી પડ્યો. અફઘાન ટીમના અડધા ખેલાડી 100 રનના સ્કોર સુધી પહોંચતા પહેલા પેવેલિયનમાં પાછા ફર્યા હતા. ભારતીય બોલરોએ મેચની શરૂઆતથી જ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો.