ભરૂચ : વિપક્ષની જનતા સભાને પોલીસે બનાવી નિષ્ફળ, પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણ

ભરૂચ : વિપક્ષની જનતા સભાને પોલીસે બનાવી નિષ્ફળ, પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણ
New Update

ભરૂચ નગરપાલિકા કચેરી ખાતે શનિવારના રોજ હાઇ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. પાલિકાના શાસકોએ સામાન્યસભા નહિ બોલાવતાં વિપક્ષે જનતા સભા બોલાવી હતી. પાલિકા કચેરીમાં પ્રવેશી રહેલાં કોંગ્રેસના નગરસેવકો અને કાર્યકરોને પોલીસે રોકતાં ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યાં હતાં.

તમારા સ્ક્રીન પર જોવા મળી રહેલાં દ્રશ્યો ભરૂચ નગરપાલિકાની કચેરીના છે જયાં પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. હવે ઘટનાને વિસ્તારથી જોઇએ કોરોના વાયરસના કારણે માર્ચ મહિના બાદ નગરપાલિકાની સામાન્યસભા બોલાવવાના બદલે સરકયુલર ઠરાવથી વિકાસકામો મંજુર કરી દેવામં આવે છે. વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ ઓકટોબર મહિનાની નિયમિત સામાન્યસભા બોલાવવાની માંગ કરી હતી પણ શાસકોએ આ વખતે પણ સરકયુલર ઠરાવ કરી સામાન્યસભા ટાળી દીધી હતી.

શનિવારે વિપક્ષના સભ્યોએ પાલિકા કચેરી ખાતે જનતા સભા બોલાવવાની જાહેરાત કરી હતી. જો કે પાલિકા કચેરીને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી હતી. કોંગ્રેસી નગરસેવકો તથા કાર્યકરોએ કચેરીમાં પ્રવેશ આપવામાં નહિ આવતાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. વિપક્ષે પાલિકાની બહાર જ જનતા સભા શરૂ કરી દીધી હતી. બે કલાક સુધી ચાલેલા ડ્રામા બાદ આખરે પોલીસે કોંગી આગેવાનોની ટીંગાટોળી કરી અટકાયત કરી લીધી હતી.

બીજી તરફ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભિ તમાકુવાલાએ વિપક્ષના વલણ સામે નારાજગી બોલાવી હતી. અગાઉ પણ તેઓ પોતે મહિલા હોવાથી તેમને વિપક્ષ ટારગેટ કરી રહયાં હોવાનો આરોપ લગાવી ચુકયાં છે. આજની ઘટના સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, મોટી સંખ્યામાં લોકોને એકત્ર કરી કોંગ્રેસે કોરોના વાયરસ ફેલાવવાનું કામ કર્યું છે. જો સાચા અર્થમાં વિપક્ષે જનતા સભા કરવી હોત તો અન્ય કોઇ સ્થળે પણ કરી શકયાં હોત પણ સામે ચુંટણી આવી રહી હોવાથી પ્રસિધ્ધિ મેળવવા આ કૃત્ય કરવામાં આવ્યું છે.

#Congress #BJP #bharuch nagarpalika #Connect Gujarat News
Here are a few more articles:
Read the Next Article