નારાયણ વિદ્યાલય શાળા દ્વારા કરવામાં આવ્યું આયોજન
તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું ભવ્ય આયોજન
શાળાના દરેક વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું
બોર્ડ પરીક્ષામાં A-1 ગ્રેડ લાવનાર 21 વિદ્યાર્થીઓનું સન્માન
શાળાના શ્રેષ્ઠ શિક્ષકોનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાલય દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાલય દ્વારા દર વર્ષે તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ શહેરના લિન્ક રોડ પર આવેલ નારાયણ આશ્રમ ખાતે શાળાના દરેક વર્ગમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ હાંસલ કરનાર વિદ્યાર્થીઓ તથા SSC-HSC બોર્ડ પરીક્ષામાં A-1 ગ્રેડ સાથે પાસ થનાર 21 વિદ્યાર્થીઓ તથા 100માંથી 100 ગુણ લાવનાર 8 વિદ્યાર્થીઓ તેમજ ધો. 12 વિ.પ્ર. ગુજરાતી માધ્યમ અને ધો. 12 સા.પ્ર. અંગ્રેજી માધ્યમમાં 100% પરિણામ મેળવવા બદલ તેમના શિક્ષકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ૐ તપોવન આશ્રમના ધ્યાનયોગી નારાયણ સ્વામી, ૐ તપોવન આશ્રમના ટ્રસ્ટી ગોવિંદ પટેલ, નારાયણ વિદ્યાલયના પ્રમુખ જે.ડી.પંચાલ, હેમંત પ્રજાપતિ, સંસ્થાના ડિરેક્ટર ડૉ. ભગુભાઈ પ્રજાપતિ, ગુજરાતી માધ્યમના આચાર્ય જીજ્ઞેશ જોષી, અંગ્રેજી માધ્યમના આચાર્યા વિદ્યા રાણા, ગુજરાતી માધ્યમના આચાર્યા બિનીતા ગોહિલ સહિત શાળા પરિવાર તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
